હું સીમા ગૌતમ. ઉડતું અવકાશ -પ્રેરણાદાયી બોધકથા સંગ્રહ પુસ્તક ની લેખિકા. મારું જીવન બાળપણથી જ અનેક સંઘર્ષો અને પડકારોથી ભરેલું રહ્યું છે. પરંતુ મેં ક્યારેય એની સામે હાર નથી માની. સખત પરિશ્રમ અને મક્કમ મનોબળ થી આજે હું આ સંઘર્ષો અને પડકારોને ઝીલીને આગળ વધી રહી છું. આજે હું બાળસાહિત્ય ની લેખિકા, કવયિત્રી અને લેખક વક્તા છું.
મારો શાળાકીય અભ્યાસ મેં અંકલેશ્વર ની શ્રી ગટ્ટુ વિધાલયમાંથી કર્યો છે. ગ્રેજ્યુએશન B.com In Accounting & Financial Management વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીથી કર્યું છે.
હું ધોરણ-૪ માં અભ્યાસ કરતી હતી. ત્યારથી જ મેં કવિતાઓ, બાળગીતો, ભજન ગીતો વગેરે લખવાની શરૂઆત કરી હતી. હું કવિતાઓ લખતી અને મારા વર્ગ શિક્ષક અને ભાષા શિક્ષક ને સ્વ રચિત કવિતાઓ બતાવતી અને વાંચીને સંભળાવતી. મારા શિક્ષકો મારી લેખનશૈલી ની પ્રશંસા કરતાં. એ જોઈ મને ખૂબ ઉત્સાહ થતો કે હું હજુ આગળ લખી શકું છું. આગળ જતાં ગુજરાતી સાહિત્ય તરફ મારી રુચિ વધતી ગઈ. મારી શાળાનો સમય ૧૨:૩૦ નો રહેતો પણ હું હંમેશા ૩૦ મિનિટ જલ્દી આવી જતી અને શાળાનાં પુસ્તકાલયમાં જઈને બાળવાર્તા નાં અને અન્ય ગુજરાતી સાહિત્યનાં પુસ્તકો વાંચતી. ‘પંચતંત્ર’ અને ‘હિતોપદેશ’ બાળપણમાં મારા મનપસંદ બાળવાર્તા નાં પુસ્તકો રહ્યાં છે.
ધોરણ -૯ પછી મેં કવિતાઓ, બાળગીતો …લખવાનું એકદમ બંધ કરી દીધું હતું. આગળ અભ્યાસ અને જીવનની બીજી ભાગદોડમાં વ્યસ્ત રહેવાને કારણે હું મારા લેખનના શોખ ને આગળ ન વધારી શકી. મેં મારો શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યો. ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ જોબ્સ માટે ઈન્ટરવ્યુ આપવાનું શરૂ કર્યું. મેં કેટલીક શાળાઓમાં શિક્ષક અને Junior Accountant તરીકે કામ કર્યું પરંતુ મને આ કામથી ક્યારેય સંતોષ અને આનંદ ન મળતો. મને હંમેશાથી મારું પોતાનું કંઈક શરૂ કરવું હતું. મારે મારા કામથી પોતાની એક અલગ અને આગવી ઓળખ બનાવવી હતી. હંમેશા મારા મનમાં એક જ સવાલ ફર્યા કરતો : ‘એવું કયું કામ છે કે જેમાં મને ખુશી મળે છે ? અને હું મારી કારકિર્દી ની શરૂઆત ક્યાંથી કરું?’
એક દિવસ રોજની જેમ હું સોમેશ્વર મહાદેવનાં મંદિરે ગઈ અને ત્યાં મને મારી શાળાના શિક્ષિકા કિર્તીદા મેડમ મળ્યા. એમને મને પૂછ્યું, ‘સીમા, તું હજી પણ કવિતાઓ લખે છે ?. કવિતા લખે તો મોકલજે મને.’ બસ ત્યાં જ મને મારા બધાં પ્રશ્નો અને મૂંઝવણો નાં ઉત્તર મળી ગયાં. મને સમજાય ગયું કે આ જ એ કામ છે. જે હું હંમેશાથી કરવા માંગતી હતી. જીવનની ભાગદોડમાં એ ક્યાંક પાછળ છૂટી ગયું હતું. પરંતુ આજે પણ મારાં શિક્ષકો મને મારી લેખનશૈલી ની કલા માટે યાદ કરે છે એ જાણી મને ખૂબ આનંદ થયો. બસ ત્યાંથી મારા જીવને એક યુટર્ન લીધો. મારી કારકિર્દી ને એક નવી દિશા મળી. મારી અંદર ક્યાંક લુપ્ત થઈ ગયેલી એ લેખિકા એ ફરીથી જન્મ લીધો.
મારી કારકિર્દીમાં મારી શાળાના શિક્ષકો એ મહત્વની ભૂમિકા ભજવી છે. મારાં સૌ ગુરુજનો નાં માર્ગદર્શન અને આશીર્વાદ તથા સરસ્વતી માતા ની અસીમ કૃપાથી આજે હું મારા જીવનમાં આગળ વધી રહી છું અને સાહિત્ય ક્ષેત્રમાં પ્રગતિ કરી રહી છું.
અંતે હું એટલું જ કહીશ કે જે લોકો જીવનમાં ક્યારેય હાર માનતા નથી. સખત મહેનત અને મક્કમ મનોબળ ની સાથે પોતાના ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહે છે તેમના માટે આ જીવન અનેક આશ્ચર્યો અને ચમત્કારોથી ભરેલું રહે છે.
– સીમા ગૌતમ
શ્રી ગટ્ટુ વિધ્યાલય મા નાની મંડળી થી લઈ ૧૨ ધોરણ સુધી ભણ્યો છુ. ૧૪ વર્ષ ના વિશાળ સમયની અગણિત યાદ રહી છે, અનુભવ રહ્યા છે.
જેનાથી જીવન મા લાંબા ગાળે અસર અનુભવાય એવો અનુભવ ધોરણ ૩ માં જ્યારે ક્લાસ પ્રોગ્રામ મા થયો. મારે બિરબલ નુ પાત્ર કરવાનુ હતુ. યાદ શક્તિ તો સારી જેથી ડાયલોગ તો બધા યાદ કરી દીધા પણ જ્યારે રીહલ્સર શરુ થયુ ત્યારે ખુબ ડર લાગ્યો. બધા વચ્ચે પાત્ર ભજવવુ કઠણ લાગ્યુ. હું લાયલોગ ભુલી જાવ છુ એવી રીતે કરવા લાગ્યો. વર્ગશિક્ષિકા હિનામેડમ પરીસ્થીતી પામી ગયા હશે. એમણે મને બોલાવી પહેલા તો સ્પષ્ટ કહી દીધુ કે પાત્ર તો મારે જ કરવાનુ છે. પછી મારો ડર દુર કરવા ઘણો સમજાવ્યો. બીજા સામે ના જોવા જણાવ્યુ. હું તૈયાર તો થયો પણ ડર ના ગયો.
પ્રોગ્રામ શરુ થાયો. બિરબલ અકબર ને જંગલ મા મળે છે તે પ્રસંગ પુરો થયો. અંત મા બધા નો પ્રતિસાદ ખુબ જ સારો રહ્યો. મારો ડર મહદ દુર થયો. હવે જ્યારે બિરબલ અકબર ને મહેલ મા મળવા અવે છે એ પ્રસંગ પુરો થતા તાળીઓ વચ્ચે ડર વિસરાઇ જ ગયો.
આ બાદ તો બીજા વર્ષો માં ગાંધીજી, લોક માન્ય તિળક જેવા પાત્ર કર્યા. જીવન મા લીડરશીપ ના ગુણ કેળવાયા.
પ્રતીક દેવાણી નો ટૂંકમાં પરિચય
જુનિયર કેજી થી લઇ અને 12 સુધીનું ભણતર ગટ્ટુ સ્કૂલમાં ગુજરાતી માધ્યમ મા અભ્યાસ કરેલ છે
2007 ની સાલમાં બારમુ ધોરણ પૂરું કરેલ છે હાલમાં તેઓ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ gpcb ના ઓડિટર છે, અંકલેશ્વર ખાતે અધ્યતન સુવિધા વાડી લેબોરેટરી પૃથ્થકરણ માટે બનાવેલ છે જે જીપીસીબી સીપીસીબી સરકાર માન્યતા ધરાવે છે, ત્યાં 30 કરતાં વધારે એન્જિનિયરો ને નોકરી આપેલ છે, તેમજ ભરૂચ સાયખા ખાતે એક ફાર્માસ્યુટિકલ કંપની ની સ્થાપના કરી છે જેમાં જીએમપી સુવિધા છે, જ્યાં આધુનિક દવાનું ઉત્પાદન થાય છે